ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક ઝરી હતી.
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2024-2025નું બજેટ મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું. સાથે સાથે વર્ષ 2023-24ના બજેટમાં પુનઃ વિનિયોગને પણ સભામાં મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું. જે બાદ રૂ. 191.88 કરોડના બજેટ અને રૂ. 28.10 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતમાં મળેલી સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી હતી. પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.