ભરૂચ : મંગલમઠ-તવરાના સ્થાપક મહંત મંગલદાસ સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ કબિર આશ્રમ મંગલમઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગલમઠના સ્થાપક અને તવરા ગામને મંગલ કરનાર મહંત શ્રી 108 મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વહેલી સવારે મંગલમઠ ખાતે આરતી, સેવા-પુજા અને સહિત દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે મહા ગુજરાત કબીર પંથના ગુરુચરણદાસ સાહેબ, મોરબીના મહામંડલેશ્વર 1008 શિવરામદાસ સાહેબ, માજલપુરના ખેમદાસ સાહેબ, તવરા મંગલમઠના સંચાલક ચેતનદાસ સાહેબ સહિત મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના સંતો મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories