ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

New Update
ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના૭૫મા પ્રજાસત્તાક દિવસ, ભરૂચ જિલ્લાની એકમાત્ર અને બહોળી પ્રસિદ્ધિ ધરાવતી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ભૃગુ બોયઝ હોસ્ટેલના પટાંગણમાં કોલેજના પ્રિન્સિપાલ, ડો. ડી.ડી. પટેલની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રી, ડો. જે.જી. પટેલ, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા, ડો. કે.વી. વાડોદરિયા તેમજ કોલેજના અધિકારીગણ, નિવૃત કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ સર્વે હાજર રહ્યા હતાં. પ્રમુખસ્થાનેથી ઉદ્દબોધન કરતાં પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે Nation First, Character Must મુજબની જીવનશૈલી અપનાવવી જોઈએ. વધુમાં તે પણ જણાવ્યું હતું કે નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલનાં માર્ગદર્શનમાં એગ્રીકલ્ચર કોલેજ, ભરૂચ ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે અને આગળ પણ વધુમાં વધુ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ સુદઢ બનાવીને વિદ્યાર્થીઓ અને ખેડુતો સુધી પહોંચાડવા કટિબદ્ધ છીએ.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.