ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી...

સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.

New Update
ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી...
Advertisment

ભરૂચમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું ગત તા. 15મી માર્ચ શુક્રવારના રોજ મૃત્યુ નિપજતાં સમાજના રીતિરિવાજ મુજબ ગત શનિવારે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

Advertisment

સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે. પરંતુ ભરૂચ શહેરમાં વસતા મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું થાય છે, ત્યારે તેમની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે. ભરૂચ પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવી વયનિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું ગત 15મી માર્ચ શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું. પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય, જેથી તેમની અંતિમ યાત્રા ગત શનિવારના રોજ કાઢવામાં આવી હતી. આ યાત્રામાં તેમના સમાજના રીતિરિવાજ મુજબ ઠાઠડીને ફુલોથી સજાવી ડીજે, ઢોલ-નગારા અને શહેનાઈના નાદ સાથે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમના નિવાસ સ્થાનેથી નિકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહ ખાતે પહોચી હતી, જ્યાં મરાઠી સમાજમાં કરવામાં આવતી તમામ વિધિ પ્રમાણે પિતાના પાર્થિવ દેહને પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Latest Stories