New Update
/connect-gujarat/media/post_banners/383c9cf4f985f18b7150d91acca836a679f6d2e26481ab7ef2f2114b7d86d591.jpg)
ભરૂચના આંબેડકર હોલ ખાતે લિંબચીયા સમાજ ભરૂચ ઘટકનો 11મો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. સંગઠિત સમાજ, સમૃદ્ધ સમાજના નારા સાથે યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં પ્રમુખ પ્રભુદાસ લિંબચીયા સહિત અન્ય હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન સંમેલનમાં વર્ષ દરમ્યાન મૃત્યુ પામનાર સમાજના દિવંગતોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ સમાજના મંદિર અને છાત્રાલય બાંધકામ તેમજ સમાજની પ્રગતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.