Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ફુરજા અને દાંડિયા બજાર વિસ્તારમાં નદી વહેતી થઈ,અનેક લોકો પ્રભાવિત

ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર 35 ફૂટને પાર પહોંચી ગયા હતા ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે

X

ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર અને ફુરજા સહિતના વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતાં જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી

ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર 35 ફૂટને પાર પહોંચી ગયા હતા ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે ભરૂચના નીચાણવાળા ફુરજા દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને લોકોની ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું.સાથે જ જનજીવન પણ અસ્તવ્યસ્ત જોવા મળ્યુ મળ્યુ હતુ. ફુરજા અને દાંડિયા બજાર વિસ્તારમાં નદી બહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે લોકોએ હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ક્લેક્ટર તુષાર સુમેરાએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી

Next Story