ભરૂચ: પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામશે માર્ગ, કામગીરીનો કરાયો પ્રારંભ

ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામનાર માર્ગની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયું

New Update
ભરૂચ: પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામશે માર્ગ, કામગીરીનો કરાયો પ્રારંભ

ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામનાર માર્ગની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયું

ભરૂચ જિલ્લામાં ચૂંટણી બાદ અટકી પડેલા વિકાસના કામોની વેગ આપવા નગરપાલિકા દ્વારા માર્ગ અને ગટર સહિતનો વિકાસ કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વર્ષોથી પાંચબત્તી સર્કલથી શક્તિનાથ સુધીના અટકી પડેલા રોડની કામગીરીનો આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતું.સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ બે કરોડ 95 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક રોડ અને ગટર લાઈનની કામગીરીનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા,કારોબારી અધ્યક્ષ નરેશભાઈ સુથારવાલા સહિત કોર્પોરેટરો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories