ભરૂચ: અંકલેશ્વરમાં ધંધાકીય અદાવતમાં રૂ.4.27 લાખની લૂંટ

અંકલેશ્વર ખાતે ધંધાકીય અદાવતની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની પાસેથી લુંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ધંધાકીય અદાવતમાં રૂ.4.27 લાખની લૂંટ

અંકલેશ્વર ખાતે ધંધાકીય અદાવતની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની પાસેથી લુંટ ચલાવી હોવાની ફરિયાદ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે

અંકલેશ્વરનો જૈમીન પટેલ નામનો વ્યક્તિ ઝગડિયા ખાતે એ.એમ.સી. પ્લાન્ટ ધરાવે છે જેની સામે જ અન્ય એક વ્યક્તિ કુલજીતે પણ આવો જ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે જેથી ધંધાકીય અદાવત રાખી જૈમીન પટેલ, સત્તર, હિતેશ પટેલ તથા અન્ય અજાણ્યા ૮ ઇસમો દ્વારા કુલજીત તથા તેઓના સાહેદ કૃષ્ણલાલ વસાવા તેઓના ફાર્મ હાઉસ ખાતેથી ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન માધવ એસ્ટેટ નજીક લોખંડના પાઈપ તેમજ અન્ય હથીયારો વડે હુમલો કર્યો હતો અને કુલજીત ને ઈજાઓ પહોચાડી હતી. આ ઉપરાંત આ ઇસમો રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણા મળી કુલ ૪.૨૭ લાખની મત્તા લુંટી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories