Connect Gujarat
ભરૂચ

ભરૂચ : “પ્લાસ્ટિક મુક્ત ભારત”ની જનજાગૃતિ અર્થે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા યોજાય રોકવુલ ભરૂચ મેરેથોન...

પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભરૂચ શહેરના કોલેજ રોડ ખાતે આજરોજ વહેલી સવારે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે રોકવુલ ભરૂચ મેરેથોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે મેરેથોનનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં હજારોની સંખ્યામાં નેશનલ અને ઇન્ટરનેશનલ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે દિવ્યાંગ દોડવીરો પણ આ મેરેથોનમાં જોડાયા હતા. આ મેરેથોનમાં વિજેતા થનાર સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટરની મેરેથોનમાં 75 વર્ષીય પિરિયાભાઇ મિસ્ત્રી વિજેતા બનતા તેઓને પણ વિશેષ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

Next Story