Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોટરી કલબ ખાતે ઉભું કરાયું દવાખાનું, ઘાયલ પક્ષીઓની કરાય સારવાર

પતંગની દોરીથી અનેક પક્ષીઓ થયા ઘાયલ વન વિભાગના સહકારથી ખોલાયું સારવાર કેન્દ્ર ઘાયલ પશુઓ અને પક્ષીઓને અપાય સારવાર

X

ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચની રોટરી ક્લબ ખાતે પશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. રાજયમાં ઉત્તરાયણ પહેલા અને પછી કરૂણા અભિયાન ચલાવવામાં આવતું હોય છે. જે અંતર્ગત ભરૂચ ખાતે વન વિભાગના સહયોગથી હંગામી દવાખાનું ઉભું કરવામાં આવ્યું હતું.

પતંગની દોરીથી ઘાયલ પશુઓ તથા પક્ષીઓને દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ, વેટરનરી દવાખાનાનો સ્ટાફ તથા રોટરી કલબ ઓફ ભરૂચના હોદ્દેદારો દવાખાના ખાતે હાજર રહયાં હતાં. વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓની મદદથી શહેરમાં 12 સ્થળોએ એનીમલ ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત છે.

Next Story