/connect-gujarat/media/post_banners/525424867d612c8fc74264ed0aede92f0bae75f5ffc5f60ccce69c80711811ad.jpg)
ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદોને કપડાં તેમજ બાળકોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઘર વિહોણા થયેલા તેમજ પહેરવાના કપડાં ન હોય તેવા જરૂરિયાતમંદ પરિવારોને કપડાં તેમજ ન્યુટ્રીશન કીટનું સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ સહિતની સહયોગી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રોટરી ક્લબ ઓફ ભરૂચની સેવાકીય પ્રવુતિઓને દુષ્યંત પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ ડો. વિહંગ સુખડીયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.