ભરૂચ: રૂ.85 કરોડનું કથિત કૌભાંડ,સંદીપ માંગરોળાને રાજકીય કિન્નાખોરીમાં ફસાવાયા હોવાના આક્ષેપ

New Update
ભરૂચ: રૂ.85 કરોડનું  કથિત કૌભાંડ,સંદીપ માંગરોળાને રાજકીય કિન્નાખોરીમાં ફસાવાયા હોવાના આક્ષેપ

વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં રૂ.85 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળાની પોલીસે ધરપકડ કરી છે ત્યારે તેઓના સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકીય કિન્નાખોરીમાં ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા

વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રી ગણેશ સુગર ફેક્ટરીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોળા વિરુધ્ધ રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડની પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે તેઓની ધરપકડ કરી છે ત્યારે આજરોજ તેઓના સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સંદીપ માગરોળાના નેતૃત્વમાં સુગર ફેક્ટરીનો વહીવટ સારી રીતે ચાલતો હતો જો કે સંદીપ માંગરોળાને હેરાન કરવાના ઇરાદે રાજકીય કિન્નાખોરી રાખી આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેને રદ્દ કરવાની માંગ સમર્થકો દ્વારા કરવામાં આવી છે. સંદીપ માંગરોળા કેટલાક નેતાઓના તાબે ન થતાં તેમના પર દબાણ લાવવાના ઇરાદે કાયદાનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે

Latest Stories