ભરૂચ : રૂ. 4 લાખના ચોરીના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારની સી’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...

મૂળ દાણીલીમડાનો સીકંદર ઉર્ફે ફરીદ હુશેન ઈબ્રાહીમ સૈયદની પુછપરછ દરમ્યાન પોતે છેલ્લા 27 વર્ષથી રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કર્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી

New Update
ભરૂચ : રૂ. 4 લાખના ચોરીના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારની સી’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...

છેલ્લા 27 વર્ષથી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કરતા તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનના 15થી વધુ મીલ્કત સબંધી ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢા ચોરને ચોરીની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સાથે ભરૂચ સી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. સી’ ડિવિઝન પોલીસ સ્ટાફ મીલ્કત સબંધી ગુનાઓ અટકાવવા વાહન ચેકીંગની કામગીરીમાં નર્મદા ચોકડી ખાતે હતા. તે દરમ્યાન શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પીકઅપ રજીસ્ટર નંબર GJ -01-DV-9392 આવતા તેને રોકી ઈ-ગુજકોપના પોકેટ કોપમાં સર્ચ કરતા બોલેરો પીકઅપ ગાડી અમદાવાદ શહેરના દાણીલીમડામાંથી ચોરી કરાઈ હોવાનુ સામે આવ્યું હતું...

જેમાં વડોદરાના કીશનનગર ખાતે રહેતો મૂળ દાણીલીમડાનો સીકંદર ઉર્ફે ફરીદ હુશેન ઈબ્રાહીમ સૈયદની પુછપરછ દરમ્યાન પોતે છેલ્લા 27 વર્ષથી રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કર્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના 15 ગુનાઓમાં પકડાયો છે. એટલું જ નહીં, આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષની સજા સાથે 5 વખત પાસાની સજા પણ કાપી આવ્યો છે. ભરૂચ સી’ ડિવિઝન પોલીસે આરોપીની 20 લોખંડની બોફ્સ પાઈપો, 61 પટ્ટીઓ, ટ્રકના 2 લોખંડના વ્હીલ ડિસ્ક, ટ્રકના 2 કમાન, બોરવેલની 19 પાઈપો, અલગ અલગ કંપનીની 17 બેટરીઓ અને મહિન્દ્રા બોલેરો પીકઅપ મળી કુલ રૂપિયા 3.96 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે...

Latest Stories