ભરૂચ : રનિંગ ક્લબ દ્વારા પાવાગઢ ખાતે પાવાથોનનું આયોજન કરાયું, 37 જેટલા દોડવીરોએ ભાગ લીધો

ભરૂચ જિલ્લાના રનીંગ ક્લબના દોડવીરોએ પાવાગઢ તળેટીથી પાવાગઢ મંદિર સુધી દોડી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો હતો

New Update
ભરૂચ : રનિંગ ક્લબ દ્વારા પાવાગઢ ખાતે પાવાથોનનું આયોજન કરાયું, 37 જેટલા દોડવીરોએ ભાગ લીધો
Advertisment

ભરૂચ જિલ્લાના રનીંગ ક્લબના દોડવીરોએ પાવાગઢ તળેટીથી પાવાગઢ મંદિર સુધી દોડી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો હતો અને પ્રશાસનને તેનો યોગ્ય નિકાલ કરવાનો તેમજ ફિટ ઈન્ડિયનો સંદેશ આપ્યો હતો

Advertisment

ભરૂચ જિલ્લાના રનીંગ ક્લબના દોડવીરોએ પાવાગઢ તળેટીથી પાવાગઢ મંદિર સુધી દોડીને પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો હતો, બે ટ્રેકટર ભરીને પ્લાસ્ટિક એ લોકોએ આ દોડ દરમિયાન એકત્ર કર્યું હતું અને પ્રશાસનને એનો નિકાલ કરવા માટે આપ્યું હતું, આ ઉમદા કાર્યમાં વડોદરાનું આરજી ગ્રુપ, પાવાગઢ પોલીસ, ઉષા બ્રેકો તથા પંચમહાલ ગોધરા જિલ્લાનો એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સહયોગમાં ઊભો રહ્યો હતા, ઇવેન્ટના સમાપન પર ગોધરા જિલ્લાના કલેકટરે દોડ વીરોનું સન્માન કર્યું હતું અને ભરૂચ રનીંગ ક્લબને મોમેન્ટો આપી તેમનો પ્રોત્સાહન આપ્યું હતું, આજ રીતે ઉમદા કાર્ય કરી ભરૂચ રનીંગ કલ્બ ભરૂચ ને સફાઈ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રયત્ન ચાલુ રાખવા જણાવ્યુ હતું .

Latest Stories