Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા...

આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા

X

આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા, ત્યારે ભરૂચ શહેરમાં પણ ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કોરોના કાળના 2 વર્ષના અંતરાલ બાદ તહેવારોના રંગ પહેલાની જેમ ખીલ ઉઠ્યા છે. તાજેતરમાં જ નવલી નવરાત્રીમાં લોકો મન મૂકી ગરબે રમ્યા હતા, ત્યારે અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપ દિવાળીનો તહેવાર પણ લોકોએ ભારત વર્ષમાં હર્ષોલ્લાસ સાથે મનાવ્યો છે. દિવાળી બાદ ગ્રહણના કારણે એક દિવસના વિરામ બાદ ફરી એક વખત દિવાળીના તહેવારમાં લોકોમાં ઉત્સાહ સાથે ઉમંગ જોવા મળી રહ્યો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાના મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોમાં નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સાથે જ ભક્તોએ ભગવાનની પૂજા-અર્ચના કરી આવનાર વર્ષ પોતાના પરિવાર માટે લાભદાયી, શાંતિપૂર્ણ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાનને પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Next Story