ભરૂચ : પોલીસ હેડક્વાટર ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું કરાયું આયોજન......

ભરૂચના પોલીસ હેડક્વાટર ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update

ગણેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ લોકો હવેમાં આદ્ય શકિતની આરાધનામાં લીન બન્યા છે. ભરુચમાં ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાઈ રહી છે. ત્યારે બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટરના વિશાળ મેદાન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. મયુર ચાવડાએ અન્ય પોલીસ અધિકારીઓ સાથે ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ તૈયારીઓ અંગેની માહિતી મેળવવા સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ગરબા મહોત્સવમાં પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી ગરબાની રમઝટ માણી શકશે. ગરબા મહોત્સવ દરમ્યાન લાઈટિંગ, સિંગર, સજિંદા સાથે સુરક્ષા માટે પોલીસની સાથે મેડિકલ ટીમ અને ફાયરબ્રિગેડ પણ અહી સ્ટેન્ડ ટુ રહેશે. આમ સતત બીજા વર્ષે માં આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિના ગરબા મહોત્સવની પોલીસ હેડ ક્વાટર ખાતે રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે.

Latest Stories