ભરૂચ : મગણાદ ગામે ગૌચરની જમીન પર સેફ એન્વાયરો કંપનીએ કર્યું દબાણ, ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા કંપની સંચાલકોને તંત્રનું સૂચન...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ ખાતે સેફ એન્વાયરો કંપની દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરાતા વિવાદ વકર્યો છે,

New Update
ભરૂચ : મગણાદ ગામે ગૌચરની જમીન પર સેફ એન્વાયરો કંપનીએ કર્યું દબાણ, ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા કંપની સંચાલકોને તંત્રનું સૂચન...
Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ ખાતે સેફ એન્વાયરો કંપની દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરાતા વિવાદ વકર્યો છે, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા કંપની સંચાલકોને સૂચન કર્યું હતું.

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામે ઔદ્યોગિક કચરાનો નિકાલ કરતી સેફ એન્વાયરો કંપની દ્વારા સરકારી ગૌચર તથા પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કંપનીમાં અવરજવરનો માર્ગ બનાવી વરસાદી કાસને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ સાથે જ નર્મદા નિગમની નહેરો તોડી નાખવામાં આવી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. ગતરોજ મગણાદ ગામના સરપંચ તથા સભ્યો સહિતના ગ્રામજનોએ સ્થળ પર કાંટાળી વાડ કરી કંપનીમાં વાહનોની અવરજવર બંધ કરાવી દેતા કંપની સંચાલકોએ માર્ગ ફરી શરૂ કરાવવા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જે અંતર્ગત પ્રાંત અધિકારી મહેશ પટેલ, મામલતદાર વિનોદ પરમાર, ટીડીઓ મહેન્દ્ર ચૌધરીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જ્યાં મગણાદ સરપંચ, સદસ્યો અને ધરતીપુત્રોએ પોતાની સમસ્યાઓ અને તકલીફો અંગે અધિકારીઓને ધારદાર રજૂઆત કરી હતી, ત્યારે તમામ બાબતો ધ્યાને લઈ પ્રાંત અધિકારીએ કંપની સંચાલકોને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા સૂચન કર્યા હતા.

Latest Stories