/connect-gujarat/media/post_banners/ae89d20dbfc1ce94742b07e5f46c8a0d03284f67c5f56a6e9d136fe3967740a6.jpg)
ભરૂચ શહેરના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શૈક્ષણિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે સમાજના લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ડો. બાબાસાહેબ ભવન ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ટકાવારી મેળવી ઉતીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા વિશેષ ઉપસ્થિત રહી લોકોને ઉત્સાહિત કર્યા હતા, જ્યારે સભા અધ્યક્ષ તરીકે સામાજિક કાર્યકર્તા અને માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ-નવેઠાના ચેરમેન ધનજી પરમારે સમાજના વિદ્યાર્થીઓને મહેનત કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત સમાજને મદદરૂપ થવા આહવાન કરી સાથે સમાજમાં એકતા અને સંગઠિત રહી કોઈ સાથે દ્વેશભાવ રાખ્યા વગર એક થવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કર, સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિ પરમાર સહિતના મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના શ્રેષ્ઠીઓને સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.