ભરૂચ : સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે રકતદાન શિબિર યોજાયો

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી નીલકંઠ મિશ્ર શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે રકતદાન શિબિર યોજાયો

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનવ એકતા દિવસ નિમિત્તે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી નીલકંઠ મિશ્ર શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ સમગ્ર વિશ્વમા 272 સ્થળોએ રકતદાન શિબિરના આયોજન કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત આધ્યાત્મિક જાગૃતિ દ્વારા જગતમાં ભાઈચારા અને પ્રેમનો સંદેશ લઇને સંત નિરંકારી મિશન, વડોદરા ઝોનના જ્ઞાન પ્રચારક તેમજ ઝોનલ ઇન્ચાર્જ બલજીત કૌરજીના સાનિધ્યમાં રકતદાન શિબિર તથા આધ્યાત્મિક સત્સંગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી સંગિતાબેન રાજ, સંયોજક આર.પી ગુપ્તા, વિનુભાઈ કાપડીયા મુખી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories