/connect-gujarat/media/post_banners/3cbd5edf852fb07538e47e982d5bd2a00dad61272aad1f28fe3fc4efc826ebb3.webp)
ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
સમાજ સેવા માટે કાર્યરત સંત નિરંકારી મિશન દ્વારા રવિવારના રોજ ભરૂચમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ પર સંસ્થાના સ્વયંસેવકોએ સાફ સફાઈ કરી હતી. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ આ અભિયાન બપોરે 12 વાગ્યે પૂર્ણ થયુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા અને નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરી હતી.