ભરૂચ : સરદાર બ્રિજ પર ગાબડાઓ બન્યાં ટ્રાફિકજામનું કારણ, વાહનોની 12 કીમી લાંબી કતાર

નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નવા સરદારબ્રિજના રીપેરીંગની તાતી જરૂરીયાત.

ભરૂચ : સરદાર બ્રિજ પર ગાબડાઓ બન્યાં ટ્રાફિકજામનું કારણ, વાહનોની 12 કીમી લાંબી કતાર
New Update

ભરૂચનો હાઇવે અને ટ્રાફિક સમસ્યા એકબીજાના પર્યાય બની ગયાં છે. નર્મદા નદી પર આવેલાં નવા સરદારબ્રિજ તથા મુલદ ટોલ પ્લાઝા પાસે પડેલા મોટા ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

નર્મદા મૈયા બ્રિજ બન્યાં પછી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ ઓછો થશે તેવી વાહનચાલકોની આશા ઠગારી નીવડી છે. નર્મદા મૈયા બ્રિજ પર નાના વાહનો ડાયવર્ટ થઇ ગયાં હોવા છતાં નેશનલ હાઇવે પર વાહનોની 12 કીમી લાંબી કતાર લાગી હતી. ભારદારી વાહનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતાં નવા સરદારબ્રિજ તથા મુલદ ટોલપ્લાઝા પાસે મસમોટા ખાડાઓ પડી ગયાં છે. ખાડાઓના કારણે વાહનો પલટી જવાનો ભય હોવાથી ડ્રાયવરો તેમના વાહનો ધીમી ગતિથી ચલાવી રહયાં છે. વાહનો ધીમી ગતિથી પસાર થતાં હોવાથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે ટ્રાફિકજામ જોવા મળી રહયો છે. હાલ ચોમાસું ચાલી રહયું છે ત્યારે ટ્રાફિકની સમસ્યાએ અજગરી ભરડો લીધો છે.

નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકાયો તે પહેલાં નેશનલ હાઇવે પર મુલદ ટેકસ પ્લાઝા ખાતેથી રોજની 8 હજાર જેટલી કાર પસાર થતી હતી. અષાઢી બીજ બાદ નેશનલ હાઇવે પરથી કારની સંખ્યા નહિવત થઇ ચુકી છે, કારણ કે મોટાભાગના કારચાલકો હવે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે. નેશનલ હાઇવે પર કારની સંખ્યા ઘટી હોવા છતાં ટ્રાફિકનું ભુત પુન: ધુણ્યું છે. નેશનલ હાઇવે પર બુધવારના રોજ સવારથી ટ્રાફિકજામથી થઇ જતાં અનેક વાહનચાલકો અટવાય પડયાં હતાં. 341 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં ભરૂચ ફરીથી ટ્રાફિકની સમસ્યા માથું ઉંચકી રહી છે.

#Bharuch #Bharuch News #Connect Gujarat News #roads damaged #Sardar Bridge
Here are a few more articles:
Read the Next Article