ભરૂચ: ઝાડેશ્વર ગામમાં સરદાર પટેલની પ્રતિમાનું કરવામાં આવ્યુ અનાવરણ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝાડેશ્વર ગામમાં આજરોજ રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

New Update

આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ એટ્લે કે સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ગામના સ્વર્ગીય હેમંતભાઈ પટેલની યાદમાં રમેશભાઈ પટેલ પરિવાર તરફથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું આજરોજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના સભ્યો,સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ સરદાર પટેલ ગ્રૂપ દ્વારા એક્તા દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું