ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા...

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ શહેર તથા જિલ્લામાં 15મી ઓગષ્ટના રોજ આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભરૂચ શહેર તથા જિલ્લામાં દેશભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં હિન્દુ હોય કે, મુસ્લિમ... સર્વ ધર્મના લોકો દેશ પ્રેમમાં રંગાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે, ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

આ સર્વ ધર્મ તિરંગા યાત્રા જંબુસર બાયપાસથી નીકળી મહોમદપુરા, મદીના હોટલ અને પાંચબત્તી થઈને રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી જતી, જ્યાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સર્વ ધર્મ તિરંગા યાત્રામાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ દેશની એકતા અને અખંડિતાની મિશાલ બતાવી હતી.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.