ભરૂચના રોટરી કલબ ખાતે વિશ્વ સમુદ્ર દિવસ નિમિત્તે મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ,વન વિભાગ, રોટરી કલબ, સી- સ્કેપ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના ઉપક્રમે આવતીકાલે પર્યાવરણ બચાવો, સમુદ્ર બચાવોના શ્રેષ્ઠ વિચાર તેમજ વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ હેતુ , શાળા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્ક થકી શાળા પરિવાર તરફથી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિવસે આનંદ નિકેતન ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રુચિ વિવિધ પ્રવૃત્તિઓ થકી આપની સમક્ષ રજૂ કરશે. જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા ખાસ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમ આવતીકાલે સવારે 9 થી સાંજે 4 કલાક સુધી ભરૂચ સ્ટેશન રોડ સ્થિત રોટરી કલબ ખાતે યોજાશે.