ભરૂચના દહેજ રોડ ઉપર આવેલ શેરપુરા ગામ નજીક લકઝરી બસ ચાલકે વૃદ્ધને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે બાદ વિફરેલા સ્થાનિકોએ બે બસોમાં આગ ચાંપી કરી હતી.
સોમવારના રાતે 8:30 કલાકની આસપાસ દહેજની ખાનગી કંપનીની બે લકઝરી બસ કર્મચારીઓને લઈ દહેજથી ભરૂચ આવી રહી હતી તે દરમિયાન દહેજ રોડ ઉપર શેરપુરા ગામ નજીક 55 વર્ષીય વૃધ્ધને આગળ ચાલતી બસના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ બંને બસોમાં આગ ચાંપી સળગાવી દીધી હતી આગને પગલે બંને બસો ભડકે બળવા લાગી હતી બનાવ અંગેની જાણ થતાં જ નગર પાલિકાના ફાયર ફાયટરો અને ત્રણ ડિવિઝનની પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા ફાયર ફાયટરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.