ભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલયમાં યોજાયો સાયન્સ કાર્નિવલ-2023

વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુસર દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલયમાં યોજાયો સાયન્સ કાર્નિવલ-2023
New Update

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઑઁ સાયન્સ એન્ડ ટેકનૉલોજી સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર-DSC ભરૂચ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ-2023નું નવજીવન વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુસર દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી સાથે પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-ભરૂચ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ-2023ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે આયોજિત સાયન્સ કાર્નિવલ-2023માં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો બીજી તરફ, વૈજ્ઞાનિક ડો. મિતુલ ત્રિવેદીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અવારનવાર આવતા ભૂકંપના આંચકા તેમજ કોસ્ટલ વિસ્તાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય કલ્પના ઉનડકટ, વૈજ્ઞાનિક ડો. મિતુલ ત્રિવેદી, તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશ પંડ્યા, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #celebration #National Science Day #Science Carnival #Navjeevan Vidyalaya
Here are a few more articles:
Read the Next Article