Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો...

ભરૂચ શહેરની નવજીવન વિદ્યાલય ખાતે નેહરુ યુવા કેન્દ્રના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરની નવજીવન વિદ્યાલય ખાતે નેહરુ યુવા કેન્દ્રના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુસર દર વર્ષે તા. 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી સાથે પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાયન્સ કાર્નિવલ દરમ્યાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા સંકલિત 2 પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર જે.ડી.પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા તેમજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story