Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ નર્મદા નદીની માટીમાંથી બનાવી શ્રીજીની પ્રતિમાઓ, જાણો શું છે વિશેષતા...

ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી ઉત્સવ માટે પ્રતિમાઓ તૈયાર કરી છે.

X

ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી ઉત્સવ માટે પ્રતિમાઓ તૈયાર કરી છે. જોકે, નર્મદા નદીની પવિત્ર માટીમાંથી તૈયાર કરાયેલી પ્રતિમાઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી 150 જેટલી શ્રીજીની નયનરમ્ય પ્રતિમાઓ તૈયાર કરી છે. નર્મદા નદીની માટીમાંથી તૈયાર થયેલી શ્રીજીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ પીગળી જતી હોય છે. શ્રીજીની પ્રતિમામાં વાપરવામાં આવતો કલર પણ કાચો હોય છે, જેના કારણે આ કલરથી નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકશાન થવાનો ભય રહેતો નથી. મૂર્તિકારોએ માટીમાંથી 5થી 7 ફૂટની પ્રતિમાઓ તૈયાર કરી છે. પ્રતિમાઓને નયનરમ્ય સ્વરૂપ આપવા સાથે શ્રીજીને અલગ અલગ સ્વરૂપોમાં તૈયાર કરવામાં આવ્યા છે.

આ શ્રીજીની પ્રતિમાઓ વિવિધ યુવક મંડળોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે અનેક પ્રતિમાઓઓનું બુકિંગ પણ થઈ ચૂક્યું છે. જોકે, આ વર્ષે પણ શ્રીજીભક્તોએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો છે. તો બીજી તરફ શ્રીજી ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મૂર્તિકારો પણ શ્રીજી પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે.

Next Story