Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જુઓ, કોંગ્રેસ પ્રમુખ ખોવાયા હોવાના "કનેક્ટ ગુજરાત"ના અહેવાલ બાદ પ્રમુખશ્રીએ આપ્યો કેવો ખુલાસો..!

X

કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ થયો અસરદાર સાબિત

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોવાયાનો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ

કનેક્ટ ગુજરાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો કર્યો હતો સંપર્ક

આખરે પરિમલસિંહ રણાએ આજે આપ્યો પોતાનો ખુલાસો

જિલ્લા કોંગ્રેસ હમેશા પ્રજાની સાથે રહી છે : પરિમલસિંહ રણા

ટીપી યોજના બાબતે કરી હતી તંત્રને રજૂઆત : પરિમલસિંહ રણા

લોકપ્રશ્નોના નિરાકારણ માટે હું જ આપું છું સૂચન : પરિમલસિંહ રણા

કહ્યું : પ્રદેશ કક્ષાની બેઠકોમાં વ્યસ્ત હોવાથી ફોન રિસીવ ન કર્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ખોવાયા હોવાનો વિશેષ અહેવાલ ગતરોજ કનેક્ટ ગુજરાત ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અમે આ અહેવાલમાં પ્રસિદ્ધ કર્યું હતું કે, ભરૂચ જીલ્લામાં છેલ્લી 2 ટર્મથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય એવા પરિમલસિંહ રણા તદ્દન નિષ્ક્રિય જણાય રહ્યા છે, જ્યારે શાસક પક્ષ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે અને પ્રજા એનો વિરોધ કરી હોય, ત્યારે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા પ્રજાની વ્હારે નજરે પડતાં નથી. આ સાથે જ તવરા-શુકલતીર્થ ટીપી યોજનાની ભૂલનો વિસ્તારના ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો, અને રેલી સ્વરૂપે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરી પહોચ્યા હતા, ત્યારે આવા સમયે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ તરફથી ખેડૂતોને કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો.

વિરોધ પક્ષના પ્રમુખ પરિમલસિંહ રણા તો ન જ દેખાયા. પણ કોંગ્રેસનો કોઈ નેતા-કાર્યકર્તા ખેડૂતોની વ્હારે આવ્યા નહોતા. અમે આ અહેવાલમાં ભારત માલા યોજનાનો વિરોધ કરતાં કેટલાક ખેડૂતોને જમીન આપ્યા બાદ પણ યોગ્ય વળતર મળ્યું ન હતું. જે વાત દિલ્હી સુધી પહોચી, પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સુષુપ્ત અવસ્થામાં રહ્યા હોવાનું પણ બતાવ્યુ હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની નિષ્ક્રિયતા બહાર આવતા અને તેમની કાર્યશૈલી વિશે પ્રશ્ન ઉઠતાં કનેક્ટ ગુજરાતે તેઓનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તે પણ તમામ દર્શકોએ જોયું હતું. જોકે, હવે કનેક્ટ ગુજરાતના અહેવાલની સીધી અસર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ઉપર જોવા મળી છે. જુઓ શું કહી રહ્યા છે... ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા...

Next Story