ભરૂચ : જંબુસરમાં શૈલજા ફાઉન્ડેશનનો “સેવાયજ્ઞ”, પશુ-પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું લોકોને વિતરણ...

જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

New Update
ભરૂચ : જંબુસરમાં શૈલજા ફાઉન્ડેશનનો “સેવાયજ્ઞ”, પશુ-પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું લોકોને વિતરણ...

ભરૂચ જિલ્લાના જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પ્રાણીઓ માટે હિતાર્થ જાની નિરંતર સેવા સેવા બજાવી રહ્યા છે, ત્યારે હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં જીવ માત્રને તરસ લાગે છે અને તે પાણી શોધે છે. તો મનુષ્ય ઠંડક માટે નીત નવા પ્રયોગો થકી આરામ અનુભવે છે, જ્યારે શેરીઓમાં રસ્તે રખડતા પ્રાણીઓ અને આકાશમાં કલરવ કરતાં પક્ષીઓને પીવાનું પાણી સહેલાઈથી મળતું નથી..

ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સેવાભાવી નાગરિકોએ આ કુંડા લઈ જઈ પોતાના વિસ્તારમાં પશુ-પક્ષી માટે મુકી પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે છે. શૈલજા ફાઉન્ડેશન દ્વારા વિવિધ સાઇઝના કુંડા તૈયાર કરવામાં આવ્યા છે. આ કુંડા મેળવવા માટે લોકોને સંસ્થાના સેવાર્થી હિતાર્થ જાનીનો સંપર્ક કરવા જણાવાયું છે.

Latest Stories