/connect-gujarat/media/post_banners/1abf276684ee459c731c749c95144b6d4d0dd4d7707dfbbf1e48fdb34953de7d.jpg)
ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે. ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ 2 જૂન થી 5મી જૂન સુધી 5મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતના 13 જિલ્લાઓમાંથી 250 જેટલા શૂટર આ પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 10 મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે.