Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બૌડા કચેરીમાં અરજદારોની સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ અમલી

ભરૂચ -અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ( બૌડા)માં અરજદારોની સુવિધા માટે ફેસલેસ સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.

X

ભરૂચ -અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ( બૌડા)માં અરજદારોની સુવિધા માટે ફેસલેસ સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. બાંધકામની પરવાનગી તથા અન્ય સર્ટિફીકેટ મેળવવા માટે હવે અરજદારોને ટેબલે ટેબલે ફરવું નહિ પડે.પરવાનગી, બાંધકામ, ફરિયાદ, અરજીની તમામ પ્રક્રિયા સરળ, સુગમ અને ઝડપી બનાવવાની પહેલ ભરૂચની બૌડા કચેરીએ કરી છે. બૌડામાં સમાવિષ્ટ બન્ને પાલિકા વિસ્તાર અને 84 ગામોમાં વિકાસને વેગ મળશે. બાંધકામમાં અનેક સમસ્યાનો સિંગલ વિન્ડો અને ફેસલેસ સુવિધાથી અંત આવશે. દરેક પ્રક્રિયાની પરવાનગી અને નિકાલ માટે સમયમર્યાદા નિયત કરી દેવાઈ છે.બંને સુવિધાના ઉદઘાટન પ્રસંગે બૌડાના ચેરમેન અને કલેકટર તુષાર સુમેરા, વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ સહિતના મહેમાનો તથા ક્રેડાઇના સભ્યો હાજર રહયાં હતાં. બૌડાએ વધુ એક મહત્વપુર્ણ નિર્ણય પણ લીધો છે જેમાં ટાઉન પ્લાનિંગમાં હવે બેચલર ઓફ પ્લાનિંગ અને આર્કિટેકના વિદ્યાર્થીઓને માનદ વેતનથી રાખવામાં આવશે.

Next Story