ભરૂચ: રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.

New Update

ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાનો સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા સાંસદ અને ધારાસભ્યો અને ભાજપના મહાનુભવો અને આગેવાનોએ તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી 2024 ની લોકસભા ચૂંટણી માટે ફરી ઐતિહાસિક જીત માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સર્વ ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દેશ અને રાજ્યમાં આપવામાં આવતી યોજનોની માહિતી આપી હતી.આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી,મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા,ખુમાનસિંહ વાસીયા,ભરતસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.

Latest Stories