ભરૂચ SOG પોલીસે તવરા ગામે પોટેશ્યમ ક્લોરાઈડ રાસાયણિક ખાતરનું ગેરકાયદે વેંચાણ કરતાં હેમંત પાનવાલા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. SOG પોલિસે 224 બેગ જપ્ત કરી કુલ રૂ. 11.29 લાખ ઉપરાંતના સરકારી ખાતરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ ખાતરનું ફક્ત લાઇસન્સ ધારક અધિકૃત વિક્રેતા જ વેંચાણ કરી શકે છે..
ત્યારે બિનઅધિકૃત રીતે વેંચાણ કરતાં હેમંત પાનવાલા પાસે કોઈ લાઇસન્સ ન હતું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, હેમંત પાનવાલા આ ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રો.માંથી ખરીદી કરતો હતો, અને ત્યારબાદ ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો, ત્યારે હાલ તો SOG પોલીસે સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરના કાળા કારોબારનો પ્રદાફર્શ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.