/connect-gujarat/media/post_banners/b9b85e4697128e36687a6094f8c39abb56861e479f76f32bc71b5b8e097f62d2.jpg)
ભરૂચ નગરમાં વર્ષોના વ્હાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતના સોલાર રોબોટની ભેટ મળી છે. ભરૂચ પાલિકાના સભાખંડમાં પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધુકારીના અધ્યક્ષસ્તા હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી.
જેમાં ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ માટે જી.યુ.વી.એન.એલ.ના CSRમાંથી સફાઈ કામદાર સોલાર રોબોટની અપાયેલી ભેટનું લોકાર્પણ કરાયું હતું. આ સોલાર રોબોટ સફાઈ કામદાર મેનહોલમાંથી 20 ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભ ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે. એક સમયે કચરાને બહાર કાઢવાની તેની ક્ષમતા 500 કિલો છે. સભામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દર પણ નક્કી કરાયા હતા. જેમાં રહેણાંક માટે મિલકત વેરાના 25% અથવા રૂ. 500થી ઓછા નહીં. કોમર્શિયલ માટે મિલકત વેરાના 50%, શૈક્ષણિક સંસ્થાઓ માટે 15 ટકા અને ધાર્મિક સ્થળો માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ચાર્જ રૂપિયા 250 નિયત કરાયો છે. જેથી હવે કહી શકાય કે, ભરૂચ નગરમાં વર્ષોના વ્હાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થશે.