ભરૂચ: જે.બી.મોદી પાર્ક નજીક ઘન કચરાના નિકાલની ડમ્પીંગ સાઇટ ઉભી થઈ,જુઓ શું છે મામલો

ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે.

New Update
ભરૂચ: જે.બી.મોદી પાર્ક નજીક ઘન કચરાના નિકાલની ડમ્પીંગ સાઇટ ઉભી થઈ,જુઓ શું છે મામલો

ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે. વ્યવસ્થાના અભાવે ભરૂચ શહેરની કચરાપેટીઓમાંથી કચરો છલકાઈ રહ્યો છે. પાલિકા પ્રમુખ આ સમસ્યા ગણતરીના સમયમાં હલ કરી નાખવાની હૈયાધારણા આપી રહયા છે.

ભરૂચ નગરપાલિકાના જે બી મોદી પાર્ક નજીક આવેલા ગેરેજની ખુલ્લી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલા કરવામાં આવતા સ્થાનિકો આશ્ચર્ય સાથે તાપસ માટે પહોંચતા પ્રારંભે એકાદ દિવસની સમસ્યા હોવાનું જણાવતા લોકોએ સહકાર આપ્યો હતો પરંતુ લગભગ સપ્તાહ વીતવા સાથે કચરાના ઢગલાનું કદ વધતું જતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ઉહાપોહ મચતાં પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થાનિકોને સમજવા દોડી ગયા હતા. મામલાની તપાસ કરવામાં આવતા ગંભીર સમસ્યારૂપે પડકાર ભરૂચ નગરપાલિકા સામે આવીનો ઉભો હોવાનું બહાર આવ્યું હતું. અસલમાં ભરૂચ નગરપાલિકા પાસે કચરાના નિકાલ માટે હાલમાં કોઈ વ્યવસ્થા જ નથી. સાયખા ખાતે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ઉભી કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક ગ્રામજનોએ કેટલીક નારાજગી સાથે ખાડા ખોદી નાખી આ સાઈટ ઉપર ભરૂચ નગરપાલિકાના વાહન આવતા અટકાવી દીધા છે. એક તરફ સમાધાનના પ્રયાસ શરુ કરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગેરેજની જમીન ઉપર કચરો એકઠો કરાયો પણ ત્યાં પણ વિવાદ ઉભો થતા બાવાના બે બગડા જેવો ઘાટ થયો છે. ભરૂચ શહેરમાં દરરોજ 70 ટન કચરો પેદા થાય છે. જેનો નગરપાલિકા નિકાલ કરે છે. એક સપ્તહથી સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ બંધ થવાથી આ કચરો જે તે સ્થળની કચરા પેટીઓમાં અથવા જે બી મોદી પાર્ક નજીક ગેરેજની જમીનમાં એકઠો કરવામાં આવ્યો છે . સમસ્યા વચ્ચે ભરૂચ શહેરમાં કચરા પેટીઓમાંથી કચરો ઉભરાઈ રહ્યો છે.આ અંગે વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યુ હતું કે શાશકોની નિષ્ફળતાના કારણે આ પરિસ્થિતીનું નિર્માણ થયું છે

સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમસ્યા ટૂંક સમયમાં હલ કરવામાં આવશે. આ મામલે નારાજ ગ્રામજનો અને સ્થાનિક રહીશો સાથે વાતચીત ચાલી રહી છે. કચરાના નિકાલની કામગીરી ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે.

ભરૂચમાં સમસ્યા વિકટ બનતી નજરે પડતા ભરૂચ નગરપાલિકાએ અંકલેશ્વર નગરપાલિકા પાસે મદદ માટે હાથ ફેલાવ્યા છે. અંકલેશ્વરના સત્તાધીશોએ તેમની સાઈટ ઉપર કચરાના નિકાલ માટે પરવાનગી આપતા આજે ૨ થી ૩ વાહનો દ્વારા ૩૦ ટન આસપાસ કચરાનો નિકાલ અંકલેશ્વરની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટમાં નિકાલ કરવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories