Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વૃદ્ધ અને વિધવા સહાય માટે વહીવટી તંત્રની વિશેષ ઝુંબેશ,ડોર ટુ ડોર સર્વે કરી સહાય માટે મદદ કરાશે

સરકારની વિવિધ યોજનાઓના લાભો સામે ચાલીને પહોંચાડવાના અભિગમ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ અને વિધવા સહાય માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

X

સરકારની વિવિધ યોજનાઓના લાભો સામે ચાલીને પહોંચાડવાના અભિગમ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ અને વિધવા સહાય માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વૃદ્ધો અને વિધવા સહાય માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે .જે અંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી બે માસ દરમ્યાન વિધવા અને વૃધ્ધ સહાયથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે ખાસ અભિયાન હાથ ધરી ઘરે ઘરે જઈ આવા લાભાર્થીઓને શોધી કાઢી સરકારની સહાય આપવામાં આવશે અને આવા લાભાર્થીઓ માટે જરૂરી આવકના દાખલા સહિત અન્ય જરૂરી દસ્તાવેજી પુરાવાઓ પણ જે તે વિભાગના સંકલનમાં રહી પુરા પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચો,પદાધિકારીઓ, ગામના આગેવાનો પોતાના ગામમાં વિધવા તેમજ વૃધ્ધ સહાયથી વંચિત લાભાર્થીઓની યાદી વહીવટીતંત્રને આપશે અને બાદમાં તંત્ર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. તંત્રની આ વિશેષ ઝુંબેશ વૃદ્ધો અને વિધવા બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે

Next Story