ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા પરિક્રમાવાસી સંત દાદા ગુરુનું આધ્યાત્મિક પ્રવચન અને નર્મદા મૈયાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓના પ્રવચન અને નર્મદા મૈયાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પરિક્રમાનું અનેરું માહ્મત્ય રહેલું છે, ત્યારે સંત દાદા ગુરુએ નવેમ્બર માસમાં પાવન પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જેઓ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચ આવી પહોચ્યા હતા, ત્યારે આધ્યાત્મિક આયોજનનો મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો. આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસીયા, જિલ્લા વિકાસ અધિકારી પરેશ જોશી, બિપિન પટેલ સહિતના આગેવાનોએ પણ આરાધ્યરૂપી પ્રવચનનો લાભ લીધો હતો.