Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધો. 10-12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, વિધાર્થીઓને મીઠો આવકાર અપાયો...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે

X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ જીલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને ગુલાબ આપીને મોઢું મીઠું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં આજથી ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. ભરૂચ જિલ્લામાં કુલ 48 કેન્દ્ર ૫૨ ધો. 10ના 24122 વિદ્યાર્થીઓ અને ધો. 12માં 14479 એમ કુલ 38601 છાત્રો પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્રો પર પહોચ્યા હતા. ભરૂચ જિલ્લામાં 48 કેન્દ્રના 132 બિલ્ડીંગ પ૨ 396 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં છે, જ્યારે દરેક બિલ્ડીંગ એક સુપરવાઇઝર તેમજ 2 રિલીવર મળી 396નો સ્ટાફ તથા 1354 બ્લોક દીઠ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત 65 રૂટ પર પણ પોલીસ અને શિક્ષણ વિભાગનો સ્ટાફ પણ ખડે પગે હાજર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ગ 1 અને 2ના કુલ 60 અધિકારીઓ પણ પરીક્ષાની કામગીરીમાં જોડાયા છે, ત્યારે સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં વાલીઓ સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત, પાણીની સગવડ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભે ભરૂચ જિલ્લા ઈન્ચાર્જ કલેટર પી.આર.જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના કાર્યકરો અને શિક્ષણગણોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબ અર્પણ કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. તો બીજી તરફ, અંકલેશ્વર શહેરમાં પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાને ધ્યાનમાં રાખી ONGC નજીકની બ્રિજની કામગીરીને તંત્ર દ્વારા મુલતવી રાખવામાં આવી છે. તા. 14થી 29 માર્ચ સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે પહાર પાડવામાં આવેલી જાહેરનામું તંત્ર દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે.

Next Story