Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર નગરમાં એસ.ટી. બસના ચાલકને મુસાફરે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો..!

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસના ચાલકને મુસાફરે માર મારતાં મામલો જંબુસર પોલીસ મથકે પહોચ્યો હતો.

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસના ચાલકને મુસાફરે માર મારતાં મામલો જંબુસર પોલીસ મથકે પહોચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, જંબુસર એસ.ટી. ડેપોમાં એસ.ટી. બસના ચાલક તરીકે ફરજ બજાવતા પટેલ સુહેલ વર્કશોપમાંથી ભરૂચ રૂટની બસ લઈ સવારે 8 કલાકે નીકળી રહ્યા હતા. તે દરમ્યાન એક મુસાફર અચાનક બસમાં ચઢી ગયો હતો, ત્યારે બસ ચાલકે મુસાફરને બસ સ્ટેન્ડ પરથી બસમાં ચઢવાનું કહેતા મુસાફર ઉશ્કેરાયો હતો. જેમાં મુસાફરે ઝઘડો કરી બસના ચાલકને ઝપાઝપી સાથે તમાચા મારી છરો મારી દેવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે એસ.ટી. બસના ચાલક સુહેલ પટેલે અને કંડક્ટર જંબુસર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં મુસાફર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story