/connect-gujarat/media/post_banners/6478a592974fe1e5fe3d88313608b955f08a2c62ef33f6cd9c66edfec672613d.jpg)
ભરૂચ શહેરની વસંત મિલની ચાલમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, ત્યારે પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચના વોર્ડ નંબર 8માં સમાવેશ થતા વસંત મિલની ચાલ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યાના કારણે લોકોએ વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં લોકોના ઘરમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર, ભરૂચ નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સાથે જ સ્થાનિકોએ વોર્ડ નં. 8માં પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમની સમસ્યાઓનું નિરાકરણ કરતા નહીં હોવાના આક્ષેપ કર્યા હતા, ત્યારે આવનારા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકા વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે