Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો,પૂરનું સંકટ ટળ્યું

મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી

X

ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર સાપડી રહ્યા છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાતા ભરૂચ પરથી પૂરનું સંકટ ટળ્યું છે

મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી જેના પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ ભયજનક સપાટી 24 ફૂટથી 4 ફૂટ ઉપર એટલે કે 28 ફૂટે વહ્યા હતા જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા જો કે નર્મદા ડેમમાંથી પાણીની આવક ઓછી થતાં નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેના પગલે નદીકાંઠાના ગામના લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Next Story