Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દિવાલના બાંધકામ સામે BAUDAની કડક કાર્યવાહી...

શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. જે અંગે બૌડાના અધિકારીઓએ સ્થળ પર આવી કામગીરીને બંધ કરાવી સૂચના બોર્ડ માર્યું હતું.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીના રહીશો છેલ્લાં 30 વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં રહે છે. જેમાં નિયમોનુસાર સોસાયટીના 2 કોમન પ્લોટ આવેલાં છે. જે કોમન પ્લોટનો તુલસીધામ સોસાયટીના રહીશોએ સોસાયટીના હિતાર્થે પ્રસંગોપાત ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ કોમન પ્લોટ તથા જાહેર રસ્તામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે, તેમજ સોસાયટીના પ્લોટ નં. ૭,૮,૯ અને ૧૦ના પ્લોટ માલિક દ્વારા જાહેર રોડમાં ગેરકાયદેસર દબાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો અન્ય સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે સ્થાનિકોએ ગત તા. 11મી ડિસેમ્બરના રોજ બૌડા કચેરીમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ બૌડા દ્વારા તા. 14મી ડિસેમ્બરના રોજ સ્થળ મુલાકાત લઈ કામગીરી બંધ કરાવવા મૌખિક સૂચના આપી હતી. તેમ છતાંય આ કામગીરી બંધ ન થતાં સ્થાનિકોએ પુનઃ બૌડા કચેરીમાં રજૂઆત કરી હતી, ત્યારે સ્થાનિકોની રજૂઆતના આધારે બૌડાની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવવા સહિત સૂચના બોર્ડ લગાવી જે તે પ્લોટ માલિકોને નોટીસ આપી હતી.

Next Story