Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ GTUના યુવક મહોત્સવમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "10માં જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ"નું તારીખ ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ GTUના યુવક મહોત્સવમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો
X

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "10માં જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ"નું તારીખ ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતની અલગ અલગ કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં ઝોન -૫ની મીમિક્રી સ્પર્ધામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના સેમેસ્ટર-૫ના વિદ્યાર્થી હિતાંશુ એચ. પટેલએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. જેથી કોલેજના ટ્રસ્ટી, આચાર્યા અને સમસ્ત સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી




Next Story