Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધો-9ના વિદ્યાર્થીઓએ “પ્રખરતા શોધ કસોટી”ની પરીક્ષા આપી, નારાયણ વિદ્યાલય ખાતે કરાયું આયોજન…!

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી.

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી. આ સાથે જ સમગ્ર જીલ્લામાં કુલ 991 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે તા. 9 ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી. ધોરણ 9ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં થતી તમામ કામગીરી અંગે વાકેફ કરવા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હૉલ ટિકિટ પર નિરીક્ષક, આચાર્ય અને વિદ્યાર્થીઓની સહી કરવા સહિત બોર્ડની પરીક્ષાના તમામ નિયમોને આવરી લેવામાં આવ્યા હતા. સરકારી અને ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતાં કુલ 991 વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી રહ્યા હતી. શિષ્યવૃત્તિ માટે ઉપયોગી આ પરીક્ષામાં મેરીટ બેઝ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે. આ પરીક્ષા માટે 10 ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં સવારે 11થી 1 વાગ્યા સુધીમાં 100 ગુણનું પ્રશ્નપત્ર-1 અને બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 100 ગુણનું પ્રશ્નપત્ર-2 રાખવામાં આવ્યું છે.

Next Story