ભરૂચ:જંબુસરના ભોદર ગામના વિદ્યાર્થીઓ અનિયમિત એસ.ટી.બસ સેવાના કારણે પરેશાન

ભરૂચના જંબુસરના ભોદર ગામના વિદ્યાર્થીઓને અનિયમિત એસ.ટી.બસ સેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહયો છે

New Update
ભરૂચ:જંબુસરના ભોદર ગામના વિદ્યાર્થીઓ અનિયમિત એસ.ટી.બસ સેવાના કારણે પરેશાન

ભરૂચના જંબુસરના ભોદર ગામના વિદ્યાર્થીઓને અનિયમિત એસ.ટી.બસ સેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહયો છે

સલામત સવારી એસ.ટી.અમારીના સૂત્ર સાથે ચાલતી ગુજરાત એસ.ટી.બસ સેવાનો સમયસર લાભ ન મળતા ભરૂચના જંબુસર તાલુકાના ભોદર ગામના વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ભોદર ગામથી નોબર ગામ સુધી ચલતા જવુ પડે છે અથવા ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.ભોદર ગામના 30 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ચાલતા જવા મજબૂર બન્યા હતા જેના પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે અને એસ.ટી.બસની સેવા નિયમિતપણે શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી

Latest Stories