ભરૂચ : વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને રોટરી ક્લબ દ્વારા સન્માનીત કરાયા.

ભરૂચ જિલ્લાના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઉચ્ચ કોલેજોમાં એડમીશન મળતા તેઓને પ્રોત્સાહિત કરવામાં

New Update
ભરૂચ : વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને રોટરી ક્લબ દ્વારા સન્માનીત કરાયા.

ભરૂચ જિલ્લાના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઉચ્ચ કોલેજોમાં એડમીશન મળતા તેઓને પ્રોત્સાહિત કરવામાં માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અહીના વિદ્યાર્થીઓ જે તે વિષયમાં કાચા હોય તેનું માર્ગદર્શન આપી વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે વિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓને સરકારી મેડીકલ કોલેજ, એન્જીનીયરીંગ કોલેજ તથા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મળ્યો છે. આ તમામ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થી બાળકોને આ સિદ્ધી મેળવવા બદલ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડો. દિવ્યેશ પરમાર, રોટેરિયન પ્રતીક્ષા મહીડા સહિત મોટી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories