Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાનોલીની ધી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા પોલીસ મથકની મુલાકાતે, પોલીસની કામગીરીથી વાકેફ કરાયા

પાનોલી સ્થિત ધી સાર્વજનિક હાઈસ્કૂલ-પાનોલીના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને એસપીસી અંતર્ગત તાલુકા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.

ભરૂચ : પાનોલીની ધી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા પોલીસ મથકની મુલાકાતે, પોલીસની કામગીરીથી વાકેફ કરાયા
X

ભરૂચ જિલ્લાના પાનોલી સ્થિત ધી સાર્વજનિક હાઈસ્કૂલ-પાનોલીના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને એસપીસી અંતર્ગત તાલુકા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.

પાનોલી ગામ ખાતે આવેલી ધી સાર્વજનિક હાઇસ્કુલ-પાનોલીના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને ક્રાઈમ રેકોર્ડ પોલીસ સ્ટેશન ઓફિસર હથિયાર તેમજ વિવિધ પોલીસની કામગીરી અંતર્ગત માહિતીગાર કરાયા હતા. આ પ્રસંગે પાનોલી સ્કૂલના પ્રિન્સિપાલ ભયાત મહંમદ હનીફ, શિક્ષિક અસમાબાનુ ઠાકોર, ઉઘરાધાર અક્રમ તેમજ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આશા વસાવા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story