Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમર કેમ્પનો પ્રારંભ, વિવિધ એક્ટિવિટીમાં ભાગ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

X

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જાણીતી જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી આ વેકેશન દરમિયાન વિદ્યાર્થી મિત્રોના લાભાર્થે એક સમર કેમ્પનું આયોજન આવ્યું છે.તા.20 મે,2023 થી તા.15 જૂન,2023 સુધી આયોજિત સમર કેમ્પમાં 10 વર્ષથી ઉપરની વયનાં બાળકો ભાગ લઈ રહ્યા છે આ સમર કેમ્પનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યા સિમી વાધવા,મેઘના ટંડેલ,રેખા સિલકે અને એક્ટિવિટી કોચ ફરાહીમ મલિક તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.વિદ્યાર્થીઓની વયને અનુરૂપ તેમના માનસિક અને શારીરિક વિકાસમાં અભિવૃદ્ધિ થાય તે પ્રકારની વિવિધ રમતગમત જેવી પ્રવૃત્તિ જેમ કે, કરાટે-આર્ચરી-શૂટિંગ-હોર્સ રાઈડિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.સમર કેમ્પમાં ભરૂચ જિલ્લા ઉપરાંત બહારના વિસ્તારના બાળકોને પણ ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

Next Story