/connect-gujarat/media/post_banners/2f12e2f69bf3c1d867b373f17a93603b5a27cf7850056c9f03dbd45dd7eeeafd.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષીય માસુમ બાળકીને લાવતા તબીબોએ તેને મરણ જાહેર કરવા સાથે હત્યાની શંકા ઉભી પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા અગાઉ પણ આજ પરિવારોની 2 બાળકીના શંકાસ્પદ રીતે મોત થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, ત્યારે હાલ તો એ’ ડિવિઝન પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના કોર્ટ રોડ પર આવેલા એકતાનગર નજીક આવેલ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક પરિવારની 6 વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુ-વ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા
ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે બાળકીને તપાસતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબે તાત્કાલિક એ’ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. તબીબે પ્રાથમિક અનુમાન મુજબ બાળકીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો, ત્યારે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં આ પહેલા પણ આજ પરિવારની 2 બાળકીનું પણ શંકાસ્પદ મોતની વાત સામે આવી હતી. જોકે, હવે ત્રીજી બાળકીનું પણ શંકાસ્પદ મોત થતાં પોલીસ કાફલો બાળકીના ઘર તેમજ આજુબાજુમાં રહેતા સ્થાનિકોની પૂછતાછ કરવા સાથે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.